અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગજેન્દ્ર બૂચ/અધૂરું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં? અધૂરી પાંખો આ ગગન મહીં માર...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અધૂરું|ગજેન્દ્ર બૂચ}}
<poem>
<poem>
અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં?
અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં?
Line 20: Line 23:
{{Right|(ગજેન્દ્રનાં મૌક્તિકો, સંપા. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, ૧૯૨૮, પૃ. ૬)}}
{{Right|(ગજેન્દ્રનાં મૌક્તિકો, સંપા. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, ૧૯૨૮, પૃ. ૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કરસનદાસ માણેક/મને એ સમજાતું નથી… | મને એ સમજાતું નથી… ]]  | મને એ સમજાતું નથી…]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુલા ભાયા ‘કાગ’/ગાંધીડો મારો | ગાંધીડો મારો]]  | સો સો વાતુંનો જાણનારો, મોભીડો મારો ]]
}}

Latest revision as of 09:53, 20 October 2021


અધૂરું

ગજેન્દ્ર બૂચ

અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં?
અધૂરી પાંખો આ ગગન મહીં મારે વિહરવાં;
ઘડીમાં મીંચાતાં નયન, મુજ પાંખે, પ્રબળ ના—
સમાવું શી રીતે જીવન સઘળાં એક પળમાં?

અમીના કૈં પ્યાલા અધર અડકીને ઢળી જતા,
તરંગોના રંગો ઊડી ઊડી ઉષા-શા ગળી જતા;
મરુભૂમિમાં જો મૃગજળ રહ્યાં દૂર દમતાં—
અધૂરાં એવાં કૈં જીવન સમણાં જેમ શમતાં.

પ્રભો! દીધાં તેં શું રસજીવનનાં દાન અમને?
પ્રભો! તેં પાયા શું તુજ પરમ પીયૂષ અમને?
અમી એ ચાખ્યાં ને તરસ ઉરની જાય વધતી—
હવે કાં ઝંખાવે? — અમૃત તણી તૃપ્તિ નહિ થતી.

પ્રભો! ના જો નિભાવે તો લગની ન લગાડતો;
લગાડી શોખ સ્વપ્નાંનો, જગમાં ન જગાડતો.

(ગજેન્દ્રનાં મૌક્તિકો, સંપા. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, ૧૯૨૮, પૃ. ૬)