અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગજેન્દ્ર બૂચ/અધૂરું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(ગજેન્દ્રનાં મૌક્તિકો, સંપા. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, ૧૯૨૮, પૃ. ૬)}} | {{Right|(ગજેન્દ્રનાં મૌક્તિકો, સંપા. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, ૧૯૨૮, પૃ. ૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કરસનદાસ માણેક/મને એ સમજાતું નથી… | મને એ સમજાતું નથી… ]] | મને એ સમજાતું નથી…]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુલા ભાયા ‘કાગ’/ગાંધીડો મારો | ગાંધીડો મારો]] | સો સો વાતુંનો જાણનારો, મોભીડો મારો ]] | |||
}} |
Latest revision as of 09:53, 20 October 2021
અધૂરું
ગજેન્દ્ર બૂચ
અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં?
અધૂરી પાંખો આ ગગન મહીં મારે વિહરવાં;
ઘડીમાં મીંચાતાં નયન, મુજ પાંખે, પ્રબળ ના—
સમાવું શી રીતે જીવન સઘળાં એક પળમાં?
અમીના કૈં પ્યાલા અધર અડકીને ઢળી જતા,
તરંગોના રંગો ઊડી ઊડી ઉષા-શા ગળી જતા;
મરુભૂમિમાં જો મૃગજળ રહ્યાં દૂર દમતાં—
અધૂરાં એવાં કૈં જીવન સમણાં જેમ શમતાં.
પ્રભો! દીધાં તેં શું રસજીવનનાં દાન અમને?
પ્રભો! તેં પાયા શું તુજ પરમ પીયૂષ અમને?
અમી એ ચાખ્યાં ને તરસ ઉરની જાય વધતી—
હવે કાં ઝંખાવે? — અમૃત તણી તૃપ્તિ નહિ થતી.
પ્રભો! ના જો નિભાવે તો લગની ન લગાડતો;
લગાડી શોખ સ્વપ્નાંનો, જગમાં ન જગાડતો.
(ગજેન્દ્રનાં મૌક્તિકો, સંપા. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, ૧૯૨૮, પૃ. ૬)