અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)/બીજું હું કાંઈ ન માગું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}} | {{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`આસિમ' રાંદેરી/ચર્ચામાં નથી હોતી | ચર્ચામાં નથી હોતી]] | પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી; ]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/આ લીલા લીલા લીમડા તળે... | આ લીલા લીલા લીમડા તળે... ]] | આ લીલા લીલા લીમડા તળે...]] | |||
}} |
Latest revision as of 10:24, 20 October 2021
બીજું હું કાંઈ ન માગું
‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)
આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઈ ન માગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.
તૂંબડું મારું પડ્યું નકામું
કોઈ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.
એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અંતરનો એક તાર,
બીજું હું કાંઈ ન માગું.
(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)