અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/આ લીલા લીલા લીમડા તળે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(પતીલનાં ચૂંટેલા કાવ્યો, ૧૯૭૩, પૃ. ૧૮૯)}}
{{Right|(પતીલનાં ચૂંટેલા કાવ્યો, ૧૯૭૩, પૃ. ૧૮૯)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)/બીજું હું કાંઈ ન માગું | બીજું હું કાંઈ ન માગું]]  | આપને તારા અંતરનો એક તાર]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/ખપના દિલાસા શા?  | ખપના દિલાસા શા? ]]  | જતાં મદફન તરફ ઘરની બજવવાં ઢોલતાસાં શાં? ]]
}}

Latest revision as of 10:25, 20 October 2021


આ લીલા લીલા લીમડા તળે...

પતીલ

આ લીલા લીલા લીમડા તળે
         થાકેલો કોઈ રાહિયો મળે
                  કરાર કેવો કાળજે વળે —
                           જો આપદાનો ભાગિયો મળે?

કોમના ગરાસ તો ગયા
         મ્હોલના ઉજાસ તો ગયા
                  હારીડા તણો લાવતો પતો
                           સજાત, દીન ખેપિયો મળે!

હલેત દશા, એકલાપણું —
         કશો ન લાભ, સાંખવું ઘણું,
                  માહરા સેતાન રુદેનો
                           કો ઠારનાર ગોઠિયો મળે!

(પતીલનાં ચૂંટેલા કાવ્યો, ૧૯૭૩, પૃ. ૧૮૯)