સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનોજ ખંડેરિયા/ખબર પડતી નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> યાદ ભૂંસાતી રહી કે હું — ખબર પડતી નથી, જ્યોત બુઝાતી રહી કે હું —...")
 
(No difference)

Latest revision as of 11:36, 5 June 2021

યાદ ભૂંસાતી રહી કે હું — ખબર પડતી નથી,
જ્યોત બુઝાતી રહી કે હું — ખબર પડતી નથી.
હું થતો ભરચક ફૂલોની સાવ વચ્ચેથી પસાર,
મ્હેક વીંધાતી રહી કે હું — ખબર પડતી નથી.
કૈં યુગોથી છું સફરમાં તોયે પ્હોંચાયું નહીં,
કેડી રોકાતી રહી કે હું — ખબર પડતી નથી.
ક્યાં હવે પળને લીલીછમ રાખનારાં આંસુઓ,
આંખ સુકાતી રહી કે હું — ખબર પડતી નથી.
એક લક્કડખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર,
ડાળ છોલાતી રહી કે હું ખબર પડતી નથી.