અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/અહો ગગનચારિ!: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અહો ગગનચારિ!|સુન્દરમ્}} | |||
<poem> | <poem> | ||
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, | અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, | ||
Line 18: | Line 21: | ||
{{Right|(યાત્રા, સંવર્ધિત આવૃત્તિ, ૧૯૮૫, પૃ. ૪)}} | {{Right|(યાત્રા, સંવર્ધિત આવૃત્તિ, ૧૯૮૫, પૃ. ૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = એક કિલ્લાને તોડી પડાતો જોઈને | |||
|next =રાઘવનું હૃદય | |||
}} |
Latest revision as of 11:18, 20 October 2021
અહો ગગનચારિ!
સુન્દરમ્
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને
ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને.
ભલે ત્વચ તૂટો, ફૂટો હૃદય, માંસમજ્જા બધું
બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ,
કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું
ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું.
મહાઉદર તાહરે રુધિર માંસ મજ્જા થશે
તવાંશ, ગગનો ઘૂમંતી તવ ઊર્મિ થૈ ઘૂમશે;
નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી.
અહો ગગનનાથ! સાવ પવનોની પાંખે ચડી,
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી.
(યાત્રા, સંવર્ધિત આવૃત્તિ, ૧૯૮૫, પૃ. ૪)