અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અરાલવાળા/પ્રતીક્ષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઓઢી અષાઢનાં આભલાં {{space}}જંપી જગની જંજાળ, જાગે એકલ મોરી ઝંખના {{space}}{{sp...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પ્રતીક્ષા|રમણીક અરાલવાળા}}
<poem>
<poem>
ઓઢી અષાઢનાં આભલાં
ઓઢી અષાઢનાં આભલાં
Line 44: Line 47:
{{Right|(પ્રતીક્ષા, પૃ. ૧-૨)}}
{{Right|(પ્રતીક્ષા, પૃ. ૧-૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અરાલવાળા/કાંકરિયાની શરત્પૂર્ણિમા | કાંકરિયાની શરત્પૂર્ણિમા]]  | માથે મેલી શરદશશીની ગોરસી ઘેલી ઘેલી,.]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અરાલવાળા/વતનનો તલસાટ | વતનનો તલસાટ]]  | ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી]]
}}

Latest revision as of 12:11, 20 October 2021


પ્રતીક્ષા

રમણીક અરાલવાળા

ઓઢી અષાઢનાં આભલાં
         જંપી જગની જંજાળ,
જાગે એકલ મોરી ઝંખના
                  મધરાતને કાળ;
         દેવી! આવો ને મારી દેરીએ.

કાળી નિશા કેવળ કમકમે
         નથી કંપતા વાય,
પગલાં તમારાં પોકારતી
         પાંપણ ઊઘડે બિડાય.
         દેવી! આવો ને મારી દેરીએ.

પ્રેમે પખાળું પાવન પાવલાં
         રેલી નયણાંની ધાર,
સમાધિનાં છે સિંહાસનો,
         મેલ્યા મંથન થાળ.
         દેવી! આવો ને મારી દેરીએ.

વાધી વાધીને વેદન વલવલે,
         ઊંડે કંઠમાં આગ,
રમતાં આપો હો ઋતંભરા!
         મોરી રટણાને રાગ.
         દેવી! આવો ને મારી દેરીએ.

કલ્પનાનો છૂટો કનકવો
         ઢૂંઢે વ્યોમની કોર.
આવો અંબા! એને બાંધવા
         દિવ્ય દૃષ્ટિના દોર.
         દેવી! આવો ને મારી દેરીએ.

ધૂણી ધખે મારા ધૈર્યની,
         જલતું જીવન-કાષ્ઠ,
આભની પારનાં આભલાં
         જોવા આપો પ્રકાશ,
         દેવી! આવો ને મારી દેરીએ.

પોકારતા કોટિ કેશથી,
         બળતા ધરતીના બાગ,
કલ્યાણી, આપો કેડી બની,
         ઝૂરતા ઝરણાને માગ.
         દેવી! આવો ને મારી દેરીએ.

(પ્રતીક્ષા, પૃ. ૧-૨)