અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અરાલવાળા/વતનનો તલસાટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 20: Line 20:
જીવું ઝંખી જનનીસહિતા જન્મભૂમિ વિદેશે.
જીવું ઝંખી જનનીસહિતા જન્મભૂમિ વિદેશે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અરાલવાળા/પ્રતીક્ષા | પ્રતીક્ષા]]  | ઓઢી અષાઢનાં આભલાં જંપી જગની જંજાળ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મીનપિયાસી'/આવળ | આવળ]]  | હાલો ને જાયેં સોનું રે વીણવા]]
}}

Revision as of 12:11, 20 October 2021


વતનનો તલસાટ

રમણીક અરાલવાળા

ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી,
જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા.
કૂવાકાંઠે કમરલળતી પાણિયારી, રસાળાં
ક્ષેત્રેક્ષેત્રે અનિલલહરે ઼ડોલતાં અન્નપૂર્ણા,
હિંડોળંતાં હરિત તૃણ ને ખંતીલા ખેડૂતોનાં
મીઠાં ગીતો, ગભીર વડલા, સંભુનું જીર્ણ દેરું,
વાગોળંતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરુ,
ઓછીઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરુ
ઝંખી નિદ્રા મહીં ઝબકતો, જાગતાં નીંદ લેતો.

ઘેલા હૈયા! સહુય મળશે; કિન્તુ કાલાગ્નિમાંથી
સંભાળેલાં સ્મૃતિસુમનના સારવેલા પરાગે
સીંચાયેલું અબ નીરખવું મોઢું ક્યાં માવડીનું?

વ્હાલી તોયે જનનીરહિતા જન્મભૂમિ ન તોષે,
જીવું ઝંખી જનનીસહિતા જન્મભૂમિ વિદેશે.