અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મીનપિયાસી'/આવળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 35: Line 35:
{{Right|(ગુલછડી અને જૂઈ, ૧૯૮૬, પૃ. ૧૯-૨૦)}}
{{Right|(ગુલછડી અને જૂઈ, ૧૯૮૬, પૃ. ૧૯-૨૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અરાલવાળા/વતનનો તલસાટ | વતનનો તલસાટ]]  | ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મીનપિયાસી'/બારીએ બેસું  | બારીએ બેસું ]]  | એકલો બેસું બારીએ મારી]]
}}

Latest revision as of 12:11, 20 October 2021


આવળ

મીનપિયાસી

હાલો ને જાયેં સોનું રે વીણવા
         વગડે છાબું વેરી લે લોલ,
ધરતીના કાપડાની લીલી અતલસ છે
         સોનલ બુટ્ટે ઘેરી રે લોલ. હાલો ને.

લીલાં મખમલિયાં આવળને પાંદડે
         પીળાં પીળાં ફૂલ જાય ઝોલે રે લોલ
આવી અડપલું કરતો જ્યાં વાયરો
         હસી હસી મીઠડું ડોલે રે લોલ. હાલો ને.

મસ્તીના ઘેનમાં મનભર મેહુલિયો
         સામટું સોનું વેરે રે લોલ,
પ્રીતમની પ્રીતનાં મોંઘાં સંભારણાં
         ધરતી હૈયે પહેરે રે લોલ. હાલો ને.

વગડાનાં ફૂલની વેણી બનાવીએ
         નહીં રે ખરચો કે નહીં ખોટ જી રે લોલ
આવળ ને કેરડાં ને અરણી સરસડા
         દેખે આંખ્યું ને હસે હોઠ જી રે લોલ. હાલો ને.

સંધ્યા ને રાત અહીં રોકાતાં રોજ અને
         ડાળે પાને તે ઢળે છાયા રે લોલ
વ્હેલી સવારના સોનેરી સ્મિતમાં
         ધરતીની શોભતી શી કાયા રે લોલ. હાલો ને.

આવળનાં ફૂલ જાણે ચાંદાની ચાંદનીનાં
         કિરણેથી ઊતર્યા તારા રે લોલ,
તમે વીણો જે બ્હેન એટલાં તમારાં
         બાકી વધે તે બધાં મારાં રે લોલ. હાલો ને.

(ગુલછડી અને જૂઈ, ૧૯૮૬, પૃ. ૧૯-૨૦)