અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/આઠમું દિલ્હી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> દિલ્હી દૂર નથી. કો શૂર તણીય જરૂર નથી, મગદૂર નથી દિલ્હી ચઢવાને. જીત...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આઠમું દિલ્હી|કૃષ્ણલાલ શ્રીધરાણી}}
<poem>
<poem>
દિલ્હી દૂર નથી.
દિલ્હી દૂર નથી.
Line 76: Line 79:
નહિ જડશે શુદ્ધ વિવેક!
નહિ જડશે શુદ્ધ વિવેક!
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ચમકે ચાંદની | ચમકે ચાંદની]]  | આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/લઘુતમ સાધારણ અવયવ | લઘુતમ સાધારણ અવયવ]]  | અંધારાના ઢગલા જેવા વૃક્ષો ઝૂમે બંન્ને હાથ ,]]
}}

Latest revision as of 15:19, 20 October 2021


આઠમું દિલ્હી

કૃષ્ણલાલ શ્રીધરાણી

દિલ્હી દૂર નથી.
કો શૂર તણીય જરૂર નથી, મગદૂર નથી દિલ્હી ચઢવાને.
જીતનારના મ્હેલ વસે જેને જીત્યા'તા.
કર લેનારા કબરો નીચે;
કર દેનારા રાજ્ય કરે, ને વીંચે
આંખ ક્ષમાની; ભૂલી જે વર્ષો વીત્યાં'તાં.
દિલ્હી દૂર હતું, હા, દૂર હતું એકદા.
દિલ્હી નૂર હતું કો ક્રૂર તણું ને, હા,
ચણાવનારના નામ થકી મશહૂર હતું. પણ આ
વૃંદ-વાંસળી વાગી આજે જમનાજીને તીર
ચણનારા હાથો પર સંગીત રચી સુધીર.
સંગેમરમર જાળી જોતાં જાગી ઊઠે સ્પંદ,
ઉભરાવ્યા જે આંગળીઓએ પાણામાંથી છંદ.
જો, ફાટ્યું ત્યાં ગુંબજ શિવ!
છટક્યો ઈંડામાંથી જીવ!
સાચું! ભવ્ય થશે ખંડેરો કો'દી આ જ
જતન કરી ચણીએ સાચવવા અદકું પ્રાપ્ત સ્વરાજ.
ભવિષ્યની કોદાળી જ્યારે નમશે
— નવી પેઢીઓ રટશે કે અવગણશે —
એક ચરુનો નકી થશે ટંકાર.
રૂપિયા, પૈસા નયા નીકળશે;
ભાતભાતના સિક્કા મળશે;
નહિ જડશે તાજની છાપ;
કોસી નાથવા કાજે મૂકી મોટે પેટે કાપ.
થર પર થર ખડકાયા.
સાત વંશ તો સાત પ્રકરણે છે સપડાયા.
મહાગ્રંથ ઇતિહાસ તણો ને કોરા છે અધ્યાય.
સાત સલ્તનતો લથડી, નવને ભવિષ્ય ના દેખાય.
લૂ-ધક્કેલ્યાં પડ્યાં હાડકાં, મસ્તકહીન મિનાર.
મ્હેલાતોમાં મ્હેક માત્ર જ્યાં સૂતાં નર ને નાર.
અહીં પડ્યા ઇતિહાસ, અને ઇતિહાસી બન્ધન
વિદારવાના યત્ન. આંહીં છે થનગન
અશ્વ હજાર તણાં ડગલાં જે સૂતાં ધરણી-મન.
ડુંગરનાં ધણ દોડી, ઊભરી કદમ અહીં અટકાવે.
ધરણી પડી સપાટ અહીં જ્યાં યવનો આવે.
દેશ રક્ષવા કાજ મોરચા પ્રથમ રચાતા
અહીં. ચાંદનીચૉકે જાતાં
સ્વર્ણ, સુંદરી, મદિરા તરસ્યાં સો સો લશ્કર.
લોહીનાં પુષ્કર.
અહીં થઈ લડાઈ પુત્ર, પરદેશી વચ્ચે.
અસત્યને પણ આ સ્થળમાં ઉથલાવ્યું સચ્ચે.
કુરુક્ષેત્ર છે અહીં, પાણીપત પણ છે પાસે.
અહીંથી ભાગ્યા કૃષ્ણ ગોપી ગોપી કંકાસે.
`સ્વર્ગ અહીં છે!' એમ કવિવર ધૂણતા ત્રણ ત્રણ વાર.
કળશ આંહીં ભારતને ચડિયો; અહીં થયું હિન્દ ખુવાર.
અહીં મર્યા ગાંધી કે જેનાથી જીવે ભારતવર્ષ.
મુક્તિ મળી તો આગળ ધપવું એશિયાઈ ઉત્કર્ષ.
ગઈ કાલ તણી ધૂળ ઊડે, જામે.
ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે.
નીલ ગાલીચો નાનો રણમાં!
ભારત-દર્શન એક જ કણમાં!
ભૂત-ખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું.
મૂઉં હતું તે કુતુબ કૂદી બે વારા મરતું.
ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ.
દિલ્હીએ જમનામાં વેર્યાં ગંગાનાં સૌ તત્ત્વ.
જાત્રાનું સ્થળ સર્વશ્રેષ્ઠ આ, આવે વીર ચતુર;
વેપારીનાં આવે ઘોડા-પૂર;
અને કાશ્મીરી નૂર;
મીર દેશના દૂર.

સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ;
જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ;
પદવી છે, પહેરામણ છે, છે બિલ્લા એક અનેક;
રાજ્યસભા છે, લોકસભા છે, ને જાવું જો છેક,
રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર!
નવ દિલ્હીના આકાર!
ભવિષ્યની કોદાળી જ્યારે નમશે
— નવી પેઢીઓ રટશે કે અવગણશે
જો ત્યાં સુધીમાં વિશ્વ નહિ શૂનકાર —
એક ચરુનો નકી થશે ટંકાર.
રૂપિયા, પૈસા નયા નીકળશે;
ભાતભાતની મ્હોરો મળશે;
નહિ જડશે તાજની છાપ.
જડશે ચંદ્રક એક અનેક;
નહિ જડશે શુદ્ધ વિવેક!