અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/વાતો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે સૂતેલા પંખીને કથની જરી જો...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વાતો|પ્રહલાદ પારેખ}}
<poem>
<poem>
હજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
હજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
Line 20: Line 23:
{{Right|(બારી બહાર, પૃ. ૧૦૯)}}
{{Right|(બારી બહાર, પૃ. ૧૦૯)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = એકલું
|next =વર્ષા
}}

Latest revision as of 06:48, 21 October 2021


વાતો

પ્રહલાદ પારેખ

હજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે :
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.

હજુ ધીમે! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે,
સુવાસે તો ક્‌હેશે સકલ કથની એ અનિલને,
અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે.

અને કૈં તારા જો, નભથી છૂટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊભું છે આજે જો, જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શબ્દે પ્રણયરસ તે સર્વ ઝીલવા.

પછી તો ના વાતો, પ્રિય-અધર જે કંપ ઊઠતો;
ધ્વનિ તેનો આવી મુજ હૃદય માંહી શમી જતો.

(બારી બહાર, પૃ. ૧૦૯)