અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નાથાલાલ દવે/નેવલે બોલે કાગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> નેવલે બોલે કાગ, આજે કોઈ આવશે મારે દ્વાર, લીંપ્યુંગૂંપ્યું આંગણુ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|નેવલે બોલે કાગ|નાથાલાલ દવે}}
<poem>
<poem>
નેવલે બોલે કાગ, આજે કોઈ આવશે મારે દ્વાર,
નેવલે બોલે કાગ, આજે કોઈ આવશે મારે દ્વાર,
Line 29: Line 32:
{{Right|(પિયા બિન, ૧૯૭૮, પૃ. ૭૬)}}
{{Right|(પિયા બિન, ૧૯૭૮, પૃ. ૭૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નાથાલાલ દવે/ધરતીના સાદ | ધરતીના સાદ]]  | એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરુ! ગામડે  ]]
|next = [[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`અમીન' આઝાદ/કવિની પ્રિયા | કવિની પ્રિયા]]  | શી એમની અદાઓ, શી એમની જવાની!]]
}}

Latest revision as of 07:04, 21 October 2021


નેવલે બોલે કાગ

નાથાલાલ દવે

નેવલે બોલે કાગ, આજે કોઈ આવશે મારે દ્વાર,
લીંપ્યુંગૂંપ્યું આંગણું, ચૂલે મેલ્યો રે કંસાર. — ને.

         ભીંતે ચાકળા ચંદરવા ને
                  ટોડલે તોરણ ઝૂલે,
         ફળિયે મ્હેકે ગુલછડી ને
                  ચંપો ફાલ્યો ફૂલે,

ભાલે બિંદી, નાકે વેસર, પહેરું નૌસર હાર,
રંગબેરંગી ચૂંદડી, હાથે ચૂડીના ખનકાર. — ને.

         અલકમલક ઓરતા ઉરે,
                  અલપઝલપ નેન;
         છૂટક છૂટક ચૂરમાં અને
                  ત્રુટક ત્રુટક વેણ.

ઢોલિયા ઢાળું, વીંઝણે ગૂંથું આભલાના શણગાર,
ગઢની રાંગે મોરલા ગહેકે, દિશ રેલે ટહુકાર. ને.

         સાવ સોનાને સોગઠે, મરમી!
                  ખેલજો રે ચોપાટ;
         ચાલમાં પડે ચૂક, તો વાયરે
                  વેરાઈ જાશે વાત.

નેનથી ગૂંથાય નેન, હૈયાના રણઝણી રહે તાર;
આગલે ભવે ક્યાંક મળ્યાના, ઉર જાણે અણસાર. ને.

(પિયા બિન, ૧૯૭૮, પૃ. ૭૬)