અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/તને જોઈ જોઈ તોય તું અજાણી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૭૦-૭૧)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૭૦-૭૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = યામિનીને કિનારે | |||
|next = સંગમાં રાજી રાજી | |||
}} |
Revision as of 07:36, 21 October 2021
તને જોઈ જોઈ તોય તું અજાણી
રાજેન્દ્ર શાહ
તને જોઈ જોઈ તોય તું અજાણી,
(જાણે) બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી.
વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તોય દૂર દૂર ધામની;
વાયુની લ્હેર સમી અંગને અડી છતાંય
બાહુને બંધ ના સમાણી.
પોઢેલો મૃગ મારા મનનો મરુવને,
જલની ઝંકોર તારી જગવી ગૈ એહને;
સીમ સીમ રમતી તું, ના’વતી જરી કને;
સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ
મારે તો ઝાંઝવાનાં પાણી!
(સંકલિત કવિતા, પૃ. ૭૦-૭૧)