અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/પીળી છે પાંદડી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો, સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પીળી છે પાંદડી| રાજેન્દ્ર શાહ}} | |||
<poem> | <poem> | ||
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો, | પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો, | ||
Line 19: | Line 22: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૭૩-૭૪)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૭૩-૭૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ઈંધણાં વીણવા ગૈતી | |||
|next = આપણા દુઃખનું કેટલું જોર? | |||
}} |
Latest revision as of 07:39, 21 October 2021
પીળી છે પાંદડી
રાજેન્દ્ર શાહ
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો,
સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો.
ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
આસો તે માસના આકરા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
આંબાની ડાળ ઝૂલનારા;
હું તો
અંજવાળી રાતનો માણું ઉજાગરો. પીળી છે પાંદડી.
કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
લાગે કાલિંદરી જેવું,
આંબલીના છાંય તે કદંબની જણાય મારા
મનનું તોફાન કોને ક્હેવું?
મેં તો
દીઠો રાધાની સંગ ખેલંતો સાંવરો. પીળી છે પાંદડી.
(સંકલિત કવિતા, પૃ. ૭૩-૭૪)