અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/કેવડિયાનો કાંટો (વનવાસીનું ગીત: ૯): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 24: Line 24:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૩૧૩)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૩૧૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = આવડ્યું એનો અરથ (વનવાસીનું ગીત: ૪)
|next = શરત (વનવાસીનું ગીત: ૧૩)
}}

Revision as of 07:42, 21 October 2021


કેવડિયાનો કાંટો (વનવાસીનું ગીત: ૯)

રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
         ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
         કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
         કુવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
         ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

(સંકલિત કવિતા, પૃ. ૩૧૩)