અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવજી રા. મોઢા/ચૈતર આવ્યો, તો —: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ચૈતર આવ્યો, તો ચાલો મ્હોરીએ! આંબાની ડાળ ડાળ બેઠો છે કૉળ, {{space}}તો એ ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ચૈતર આવ્યો, તો — |દેવજી રા. મોઢા}} | |||
<poem> | <poem> | ||
ચૈતર આવ્યો, તો ચાલો મ્હોરીએ! | ચૈતર આવ્યો, તો ચાલો મ્હોરીએ! | ||
Line 26: | Line 29: | ||
{{Right|(અમૃતા, ૧૯૮૨, પૃ. ૯૦)}} | {{Right|(અમૃતા, ૧૯૮૨, પૃ. ૯૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ચહું | |||
|next =તમે આવી — | |||
}} |
Latest revision as of 07:47, 21 October 2021
ચૈતર આવ્યો, તો —
દેવજી રા. મોઢા
ચૈતર આવ્યો, તો ચાલો મ્હોરીએ!
આંબાની ડાળ ડાળ બેઠો છે કૉળ,
તો એ કૉળ જેવું જીવતરમાં ફોરીએ!
આંબો ઝીલે છે શિર તડકો સૂરજનો,
ને ધરતી પર પાથરતો છાંય;
એનાં કુમાશભર્યા લીલુડાં પાંદ મહીં
ઝળકે રતુંબડી ઝાંય!
જાણે કે ગાલ પરે ચોડી ગુલાબી
કોઈ ગોકુળિયા ગામની ગોરીએ!
આંબાની ડાળ વિશે ઝૂલે પવંન,
પેલી મંજરીઓ મ્હેક મ્હેક થાય;
કોયલ આવી, રેલી પંચમના સૂર એના,
ગીતો મધુરવાં ગાય!
સારીયે સીમ તણી વનરાની જેમ
ચલો, આપણેય ખેલીએ હોરીએ!
ચૈતરના આભ તળે બેસી કૌમારમાં
આપણે જમાવતાં વાતો,
એમાંથી પાંગરી પ્રફુલ્લ્યો આ આપણો
આજનો હેતાળવો નાતો!
કાળની સંદૂક મહીં સચવાયાં સ્મરણોને
ચાલો ને આજ જરી ચોરીએ!
(અમૃતા, ૧૯૮૨, પૃ. ૯૦)