અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવજી રા. મોઢા/ચૈતર આવ્યો, તો —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 29: Line 29:
{{Right|(અમૃતા, ૧૯૮૨, પૃ. ૯૦)}}
{{Right|(અમૃતા, ૧૯૮૨, પૃ. ૯૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ચહું
|next =તમે આવી —
}}

Latest revision as of 07:47, 21 October 2021


ચૈતર આવ્યો, તો —

દેવજી રા. મોઢા

ચૈતર આવ્યો, તો ચાલો મ્હોરીએ!
આંબાની ડાળ ડાળ બેઠો છે કૉળ,
         તો એ કૉળ જેવું જીવતરમાં ફોરીએ!
આંબો ઝીલે છે શિર તડકો સૂરજનો,
         ને ધરતી પર પાથરતો છાંય;
એનાં કુમાશભર્યા લીલુડાં પાંદ મહીં
         ઝળકે રતુંબડી ઝાંય!
જાણે કે ગાલ પરે ચોડી ગુલાબી
         કોઈ ગોકુળિયા ગામની ગોરીએ!

આંબાની ડાળ વિશે ઝૂલે પવંન,
         પેલી મંજરીઓ મ્હેક મ્હેક થાય;
કોયલ આવી, રેલી પંચમના સૂર એના,
         ગીતો મધુરવાં ગાય!
સારીયે સીમ તણી વનરાની જેમ
         ચલો, આપણેય ખેલીએ હોરીએ!

ચૈતરના આભ તળે બેસી કૌમારમાં
         આપણે જમાવતાં વાતો,
એમાંથી પાંગરી પ્રફુલ્લ્યો આ આપણો
         આજનો હેતાળવો નાતો!
કાળની સંદૂક મહીં સચવાયાં સ્મરણોને
         ચાલો ને આજ જરી ચોરીએ!

(અમૃતા, ૧૯૮૨, પૃ. ૯૦)