અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર દવે/ભય ટળી ગયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 27: Line 27:
મારા ગજા પ્રમાણે થોડું ઝળહળી ગયો.
મારા ગજા પ્રમાણે થોડું ઝળહળી ગયો.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'સુધાંશુ' (દામોદર કેશવજી ભટ્ટ) /સૌરભ બંધાઈ કોણે સાંભળી ?  | સૌરભ બંધાઈ કોણે સાંભળી ? ]]  | કુસુમકલેજે સૌરભ બાધિંયું, બાંધી એને...  ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દરાય પારાશર્ય /એની ગાંઠે ત્રણ ભોમનું નાણું | એની ગાંઠે ત્રણ ભોમનું નાણું]]  | એની ગાંઠે ત્રણ ભોમનું નાણું સાધુડા! જેના મનમાં...]]
}}

Latest revision as of 07:58, 21 October 2021


ભય ટળી ગયો

લાભશંકર દવે

આખો બરફનો પ્હાડ આજે ઓગળી ગયો,
મંઝિલનો જાણે કે મને રસ્તો મળી ગયો.

બીજું બધું તો ઠીક – હું મુજને મળી ગયો,
જીવન-મરણનો આમ કૈં ફેરો ટળી ગયો.

સંચારબંધીનો હતો વિસ્તાર તે છતાં,
સહુને ફરેબ આપીને હું નીકળી ગયો.

છે ગર્વ એને રૂપનો – મુજને સ્વમાનનો,
હું બંધ દ્વાર જોઈને પાછો વળી ગયો.

જેઓ મને લૂંટી ગયાં એનું ભલું થજો,
સારું થયું કે તસ્કરોનો ભય ટળી ગયો.

ઊપડે છે આપોઆપ કદમ એના ઘર ભણી,
સંકેત કેવો એમનો પગમાં કળી ગયો.

અસ્તિત્વ મારું આગવું કૈં પણ રહ્યું નહીં,
નીકળ્યો નદીની જેમ ને દરિયે ભળી ગયો.

સૂરજનો સામનો કરું એવું નથી ગજું,
મારા ગજા પ્રમાણે થોડું ઝળહળી ગયો.