અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /ફીણ ઝાઝાં ને —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં, {{space}}વગદાં ઝાઝાં ને હીર થોડાં;...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ફીણ ઝાઝાં ને —|`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી}}
<poem>
<poem>
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં,
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં,
Line 22: Line 25:
{{Right|(સુરતા, પૃ. ૮૭)}}
{{Right|(સુરતા, પૃ. ૮૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = જુદી જિદંગી છે
|next =રંગ લાગ્યો છે
}}

Latest revision as of 08:36, 21 October 2021


ફીણ ઝાઝાં ને —

`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં,
         વગદાં ઝાઝાં ને હીર થોડાં;
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

વેધ વીંધવાને સહુએ પણછું ચડાવી;
         થોથાં ઝાઝાં ને તીર થોડાં :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

મનની મનીષા, બેલી, સહુ કોઈ સાધે;
         ચંચળ ઝાઝાં ને થીર થોડાં :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

જંગ જીતવાને જાણે સહુ કોઈ હાલે;
         મડદાં ઝાઝાં ને મીર થોડા :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

કહે છે સરોદ, દુનિયા નીરખીને જોઈ લો,
         પાણા ઝાઝા ને પીર થોડા :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

(સુરતા, પૃ. ૮૭)