અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /જૂઠોયે રાગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Right|(આલાપ, ત્રીજી આ. ૧૯૬૧, પૃ. ૯૧)}} | {{Right|(આલાપ, ત્રીજી આ. ૧૯૬૧, પૃ. ૯૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હીરા રામનારાયણ પાઠક/પરલોકે પત્ર | પરલોકે પત્ર]] | આ – લોક કજ્જલઘન રાત... ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /દિયો | દિયો]] | હે ભુવન ભુવનના સ્વામી! આ ઝરે આંસુની ધાર, ]] | |||
}} |
Latest revision as of 09:28, 21 October 2021
જૂઠોયે રાગ
પિનાકિન ઠાકોર
આજ મારા અંતરને એકલું લાગે,
મૂંગા તે મંનમાં છાયો સૂનકાર બધે,
ઝીણીયે વેદના ન વાગે. હો આજ મારા.
પોતાનાં આજ બધાં થાતાં પરાયાં, ને
અંતરથી અળગાં આઘાં,
સોનેરી સાજ શણગાર સૌ લૂંટાયાં, ને
ખોવાયા રેશમી વાઘા,
હો મૂરતિ તો પથ્થરના ટુકડા લાગે. હો આજ મારા.
સ્મરણોનાં સુખ તો સૂણળગાંય મેલીને
ઊડી ચાલ્યાં રે અધીરાં,
રંગ-પટોળાંના રંગ ઊડ્યા રેલીને
ભાતીગળ ચૂંદડીના લીરા;
હો ખંડિયેરે ભણકારા ભૂતના વાગે. હો આજ મારા.
ધરતી આ દૂર સરી જૈને ડરાવે મને,
આકાશ ભીંસ લૈ દબાવે.
સૂની એકલવતામાં ઝૂરું, ઝંખું હું, મને
કોઈનીયે યાદ જો સતાવે;
હો એક ઘડી જૂઠોયે રાગ જો જાગે. હો આજ મારા.
(આલાપ, ત્રીજી આ. ૧૯૬૧, પૃ. ૯૧)
→