અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બટુકરાય (બટુકશંકર) પંડ્યા/દર્દના દરિયામાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૮૦)}} | {{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૮૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘જટિલ’/ન સળગ્યો | ન સળગ્યો]] | તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર!]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ `અનિલ'/થઈ ગયું | થઈ ગયું ]] | અતિશય બધુંયે સહજ થઈ ગયું છે; ]] | |||
}} |
Latest revision as of 10:04, 21 October 2021
દર્દના દરિયામાં
બટુકરાય (બટુકશંકર) પંડ્યા
દર્દના દરિયામાં ડૂબી જાઉં છું,
થઈને પરપોટો વિસર્જન થાઉં છું.
તર્જની છેડે છે દિલના તારને,
કોઈ ગરકાવે અને હું ગાઉં છું.
શોધતો રહું છું હું મુજ અસ્તિત્વને,
ગેબમાં ગોફણ બની વીંઝાઉં છું.
બંધ મુઠ્ઠીનો ભરમ ખૂલી ગયો,
શબ્દની સાંકળ વડે બંધાઉં છું.
આપણો સંબંધ લીલું પાન છે,
વૃક્ષ માફક ચોતરફ ફેલાઉં છું.
રાહબર થઈ તું જ દોરે છે છતાં,
કમનસીબી છે કે ઠોકર ખાઉં છું.
જે વહી ગઈ એ ક્ષણોને શું કહું!
અંજુમનમાં એકલો પસ્તાઉં છું.
ઘૂંટ કો’ પાઈ ગયું છે એ રીતે,
હું જ મારામાં છલકાતો જાઉં છું.
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૮૦)