અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મીનુ દેસાઈ/છોગાળો છેલ (મેં તો દીઠો' તો): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
સ્વચ્છ એની આંખોમાં નિરખ્યો ન મેલ!… મેં તો. | સ્વચ્છ એની આંખોમાં નિરખ્યો ન મેલ!… મેં તો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ `અનિલ'/રસ્તો | રસ્તો]] | શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અંબાલાલ `ડાયર'/લૂંટાયા! | લૂંટાયા!]] | સમયના કાફલા સાથે રહીને શ્વાસ લૂંટાયા,]] | |||
}} |
Latest revision as of 10:06, 21 October 2021
છોગાળો છેલ (મેં તો દીઠો' તો)
મીનુ દેસાઈ
મેં તો દીઠો’તો એક, સખી
છોગાળો છેલ :
એને ફૂમત઼ડે બાંધ્યાં’તાં
મોર અને ઢેલ… મેં તો.
હોઠે હતી મોરલી ને આંખોમાં ઘેન હતું,
સામે નાનાં ઝરણાંનું ધીમું ધીમું વ્હેન હતું :
સ્વરના અનેકરંગી કરતો’તો ખેલ! … મેં તો.
ઝાંઝર ઠમક્યાં ને એણે મીટ માંડી પ્યારની,
એમાં બેઠી’તી તરસ વર્ષાની ધારની,
સ્વચ્છ એની આંખોમાં નિરખ્યો ન મેલ!… મેં તો.