અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉપેન્દ્ર પંડ્યા/ઝરમર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(`ઝરમર', ૧૯૮૮, પૃ. ૯)}}
{{Right|(`ઝરમર', ૧૯૮૮, પૃ. ૯)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉપેન્દ્ર પંડ્યા/ઊગ્યું અનુપ પ્રભાત! | ઊગ્યું અનુપ પ્રભાત!]]  | ઊગ્યું અનુપ પ્રભાત! કપૂરમાં ઘૂંટેલાં સુંદર કોમલ ભીનાં ગાત!]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ચંદ્ર’ પરમાર/તમાં ઘરે આવશાં પરા! | તમાં ઘરે આવશાં પરા!]]  | તમાં ઘરે આવશાં પરા! હો તમાં ઘરે આવશાં પરા!]]
}}

Latest revision as of 10:10, 21 October 2021


ઝરમર

ઉપેન્દ્ર પંડ્યા

ઝીણી ઝરમર વરસી!
આજ હવામાં હીરાની કંઈ કણીઓ ઝગમગ વિલસી!
         એવી ઝરમર વરસી!
વેણીની વીખરેલી લટ-શી લહરી ચંચલ સરકી,
તરુ તરુમાં મૂર્છિત તરણામાં લહરાતી ક્યાં લટકી?
ભૂલી પડેલી સહિયરને કો લેતું હૈયા સરસી!
         ઝીણી.

પતંગિયાની પાંખ સમો આ કૂંળો તડકો ચમકે,
મધુમય અંતર આભ તણું શા અભિનવ છંદે મલકે?
કળીઓના ઘૂંઘટને ખોલી ભમતો પરાગ પ્યાસી.
         ઝીણી.

વિરહિણી કો યક્ષિણી જેવી જલ ઝંખે ધરતી તરસી,
તપ્ત ધરાનાં અંગ અંગને અમરતથી ગઈ પરસી.
         ઝીણી ઝરમર વરસી!

(`ઝરમર', ૧૯૮૮, પૃ. ૯)