અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ચંદ્ર’ પરમાર/તમાં ઘરે આવશાં પરા!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}તમાં ઘરે આવશાં પરા! {{space}}હો તમાં ઘરે આવશાં પરા! અજવાળી પૂનેમના...")
 
No edit summary
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|તમાં ઘરે આવશાં પરા!|‘ચંદ્ર’ પરમાર}}
<poem>
<poem>
{{space}}તમાં ઘરે આવશાં પરા!
{{space}}તમાં ઘરે આવશાં પરા!
Line 34: Line 37:
‘તમો ગામનો ચાંદો જોજો અમાં ગામ દેખાડશાં પરા.’
‘તમો ગામનો ચાંદો જોજો અમાં ગામ દેખાડશાં પરા.’


{{Right|(બૃહત ગુજરાતી કાવ્યપરિચય, ભાગ-૨, સંપા. મોહનભાઈ પટેલ,
{{Right|(બૃહત ગુજરાતી કાવ્યપરિચય, ભાગ-૨, સંપા. મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ, ૧૯૭૩, પૃ. ૧૮૩)}}
ચંદ્રકાન્ત શેઠ, ૧૯૭૩, પૃ. ૧૮૩)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉપેન્દ્ર પંડ્યા/ઝરમર | ઝરમર]]  | ઝીણી ઝરમર વરસી! આજ હવામાં હીરાની કંઈ કણીઓ ઝગમગ વિલસી!]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ચંદ્ર’ પરમાર/મધરો મધરો | મધરો મધરો]]  | મધરો મધરો પાયો કલાલણ! ]]
}}

Latest revision as of 10:12, 21 October 2021


તમાં ઘરે આવશાં પરા!

‘ચંદ્ર’ પરમાર

         તમાં ઘરે આવશાં પરા!
         હો તમાં ઘરે આવશાં પરા!
અજવાળી પૂનેમનાં આણાં લેઈને અમું આવશાં પરા!
         હો તમાં ઘરે આવશાં પરા!

ગાવડિયોના ઝોકમાં ઓલા ભરભાંખરિયે પોંચશાં પરા,
સેમ વોળાવી ગા ગોવાંટીને શકન રૂડાં આલશાં પરા!
ભાણને દેશાં ધૂપ ચલમુંના ધમાડા ગોડી ધોડશાં પરા!
         હો તમાં ઘરે આવશાં પરા!

મસત ઓલી પાંણિયારીની હેલ આંસ્યે અજવાળશાં પરા,
ડોક નમાવીને મોઈડા, પૂછીં ઉત્યોરમાં કાંઈ ડોલશાં પરા,
મ્ઓંરી મ્ઓંરી ઊડશીં હાડો વાંહે વાંહે ઊડશાં પરા!
         હો તમાં ઘરે આવશાં પરા!

રાતના ટાઢાબોળ મારગને પગલે ઊનો કરશાં પરા,
આલે પાલે પીલુ પાંદે ભેના ભેના મ્હેકશાં પરા,
છોગલે બાંધી વાયરો ભમર છૂટે પને લ્હેરશાં પરા!
         હો તમાં ઘરે આવશાં પરા!

નેંતર પેંતર બળતો સૂરજ બત્યકમાં ઝબોળશાં પરા,
આંધુ વેંટી કેડિયા કોરે ફોરા ફોરા હેંડશાં પરા,
નેણમાં રમતી ભાત તમારી સેપટથી દૂર રાખશાં પરા!
         હો તમાં ઘરે આવશાં પરા!

કોઈ જો ભાળાં ઝાડવું વાટે અંતર એનું મ્હોરશાં પરા,
એકલવાયી જિંદગી એની બે ઘડિયાં શણગારશાં પરા,
ખોળે માથું મેલશાં એનાં અંજળ હેતે માણશાં પરા!
         હો તમાં ઘરે આવશાં પરા!

થાચેલવિચેલ સૂરજ રાણો તમાં ગામે ઠારશાં પરા,
આરતી લેતા આવશાં અમું ગામ દીવા ચેતાવશાં પરા,
‘તમો ગામનો ચાંદો જોજો અમાં ગામ દેખાડશાં પરા.’

(બૃહત ગુજરાતી કાવ્યપરિચય, ભાગ-૨, સંપા. મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ, ૧૯૭૩, પૃ. ૧૮૩)