અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(સમસ્ત કવિતા, ૧૯૯૬, પૃ. ૫૭૯-૫૮૦)}} | {{Right|(સમસ્ત કવિતા, ૧૯૯૬, પૃ. ૫૭૯-૫૮૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = સોહાગરાત અને પછી | |||
|next =મન માને, તબ આજ્યો… | |||
}} |
Latest revision as of 10:23, 21 October 2021
બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...
`ઉશનસ્' નટવરલાલ પંડ્યા
બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,
આ રહ્યું એનું મકાન ઢૂંકડું
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને,
ત્યાંથી જરીક જ છેટે. — બાઈ રે.
થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું;
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોય જો
કાયા ઘસડતી પેટે. — બાઈ રે.
એ ગમથી આવ્યા છે વાવડ :
એ પણ ઊતરી હેઠો
ઝરૂખડેથી પથતરુ છાંયે
રાહ નિહાળત બેઠો,
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહીં ભેટે? — બાઈ રે.
(સમસ્ત કવિતા, ૧૯૯૬, પૃ. ૫૭૯-૫૮૦)