અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/એક વારનું ઘર: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ આપણું એક વારનું ઘર : દિવાળીનાં કોડિયાં મૂકતા હતા તે આ કાળા કાળ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એક વારનું ઘર|જયન્ત પાઠક}} | |||
<poem> | <poem> | ||
આ આપણું એક વારનું ઘર : | આ આપણું એક વારનું ઘર : | ||
Line 27: | Line 29: | ||
{{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૪-૨૩૫)}} | {{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૪-૨૩૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ક્યાં છે? | |||
|next = જીવી ગયો હોત- | |||
}} |
Latest revision as of 10:51, 21 October 2021
એક વારનું ઘર
જયન્ત પાઠક
આ આપણું એક વારનું ઘર :
દિવાળીનાં કોડિયાં મૂકતા હતા
તે આ કાળા કાળા ગોખલા;
આપણાં એક વારનાં ચળકતાં ગીતો
ચુપચાપ કટાય છે આ હીંચકાનાં કડાંમાં;
આપણી પગલીઓ અહીંતહીં રઝળે છે
ઓટલાની ઊખડેલી ઓકળીઓમાં;
ઊભી ઊભી મૂગી મૂગી સળે છે
ઓસરીની ગાતી થાંભલીઓ
— આપણી હથેળીઓથી રાતી થાંભલીઓ —
બારણાને ટોલ્લે ચોંટાડેલી
હનુમાનજીની મળી
હવે ઘરમાં ભૂતને પેસતાં રોકી શકતી નથી,
બારસાખે બેસાડેલી પૂતળીઓ
આવ-જા કરતા વાયરાને ટોકી શકતી નથી;
કોઢના ખીલા
ઢીલા ઢીલા મૂગા મૂગા
સુક્કું ઘાસ વાગોળે છે;
— લીલારો ચરવા આપણી ગાય
આઘેના વગડામાં નીકળી ગઈ છે,
બા એને અંધારામાં ખોળે છે —
દીવાલોમાં દટાઈ ગયેલી દાદાની વાતો
પોપડે પોપડે ઊખડે છે;
અને આપણે?… આપણે પણ…
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૪-૨૩૫)