અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/માણસ છે!: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૪)}}
{{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૪)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = જીવી ગયો હોત-
|next =કવિતા ન કરવા વિશે કવિતા
}}

Latest revision as of 10:52, 21 October 2021

માણસ છે!

જયન્ત પાઠક

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે!

પહાડથી એ કઠ્ઠણ મક્કમ માણસ છે!
દડ દડ દડ દડ દડી પડે ભૈ, માણસ છે!

ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે!
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે!

સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે!
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે!

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે!
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે!

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૪)