અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/વૃદ્ધ દંપતી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વૃદ્ધ દંપતી આથમતા સૂરજના પીળા તડકામાં ફરવા નીકળ્યું છે, સવારથી...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વૃદ્ધ દંપતી|જયન્ત પાઠક}}
<poem>
<poem>
વૃદ્ધ દંપતી
વૃદ્ધ દંપતી
Line 44: Line 46:
{{Right|(બે અક્ષર આનન્દના, ૧૯૯૨, પૃ. ૩૯-૪૦)}}
{{Right|(બે અક્ષર આનન્દના, ૧૯૯૨, પૃ. ૩૯-૪૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ઘેર પાછો ફરું છું
|next =અહીં અને ત્યાં
}}

Latest revision as of 10:59, 21 October 2021

વૃદ્ધ દંપતી

જયન્ત પાઠક

વૃદ્ધ દંપતી
આથમતા સૂરજના પીળા તડકામાં
ફરવા નીકળ્યું છે,
સવારથી તે સાંજ સુધીના
લંબાતા પડછાયા સાથે મૂગું મૂગું વાત કરીને
પગ સાથે મનને પણ છૂટું કરવા નીકળ્યું છે.
બન્ને એકબીજાને લગભગ અડીને ચાલે છે
વૃદ્ધાવસ્થા — થોડું લથડીને ચાલે છે.
બહાર એક જ રસ્તે દેહ બે જેમ
અંતર બે ભીતરમાં એક જ ગતમાં તેમ.


આછું આછું અજવાળું દેખાય
એક-બીજાને ઓઢી ઢળેલાં — દેખાતી શય્યાય!
અલસતા એ, એ સુખનાં બગાસાં
હોઠ એ — મીઠી ચાસણીનાં પાતળાં પતાસાં!
પથારીમાંથી ઊભાં થવું એટલે સ્વર્ગમાંથી ઊતરવું નીચે
પૃથ્વીના કોલાહલ વચ્ચે;
છાનામાના અડકી લેવું, આંખોથી, આંગળીઓથી
જરાક પાછું ભડકી લેવું મરમીવાણ વડીલોથી,
એકબીજાનું હેત, રાત લગ છેક-એકલાં લઈને ફરવું
વ્હેવારુ વાતોની વચ્ચે છાતીસરસો
ગડી વાળીને ગોઠડીઓનો રૂમાલ રેશમી
         દાબી ફરવું!

માથે સૂરજ-શો શોભે છે ખૂંપ!
બાળકની આંગળીની અંગે હૂંફ!
ખોળો મેલો ધૂળે, મેળે ફરવું ને ફેરવવું
ઝીણું ઝીણું ગાવું-ઝીલવું
         ડૂસકાંનું દડદડ દડવું!
કેટકેટલાં અહો વાદળાંમાંથી
કેટકેટલા પ્રગટ્યા સૂરજ રંગ!

આડા-અવળા વાંકા-ચૂકા પંથ
કેટકેટલા લીધા-છોડ્યા, નીકળ્યાં સોંસર
ઘૂમ્યાં ગલીમાં અંધ!


વૃદ્ધ દંપતી
આથમતા સૂરજના પીળા ચડકે
સ્મરણ-મરણની લાંબી સડકે —
ચાલે ધીમે ધીમે ડગલે
આગળ...પાછળ...પાછળ...આગળ...

(બે અક્ષર આનન્દના, ૧૯૯૨, પૃ. ૩૯-૪૦)