અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/અહીં અને ત્યાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{Right|ફેબ્રુ.-માર્ચ, કવિતા}} | {Right|ફેબ્રુ.-માર્ચ, કવિતા}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/વૃદ્ધ દંપતી | વૃદ્ધ દંપતી]] | વૃદ્ધ દંપતી આથમતા સૂરજના પીળા તડકામાં ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુશીલા ઝવેરી/સીમંતિની | સીમંતિની ]] | કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું ]] | |||
}} |
Latest revision as of 10:59, 21 October 2021
અહીં અને ત્યાં
જયન્ત પાઠક
અક્ષર પાડું એક અહીં, ત્યાં ઊઘડે લખલખ તારા;
હોઠ જરા મરકે અહીં બે, ત્યાં ચપલાના ચમકારા!
અરધું પરધું અડકું અહીં, ત્યાં પુલકે વનના વન;
શબ્દ કરું અહીં સહજ, પડે ત્યાં પડઘા ચૌદ ભુવન!
બે ડગલાં ચાલું અહીં કે ત્યાં ઊઘડે અધ્ધર પંથ;
એક દ્વાર ખોલું અહીં ને ત્યાં ખૂલે દ્વાર અનંત!
છાંટો એક અહીં, ત્યાં આખ્ખું વરસી પડતું આભ;
ફૂલ ખીલે અહીં એક આંગણે, ને ત્યાં મઘમઘ બાગ!
એક ઉછાળું દડો અહીં કે આખ્ખો ઘૂમે ખગોળ;
એક છીંડું શોધું અહીં, લાધે અંતરિક્ષમાં પોળ!
{Right|ફેબ્રુ.-માર્ચ, કવિતા}}
→