અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/અહીં અને ત્યાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
{Right|ફેબ્રુ.-માર્ચ, કવિતા}}
{Right|ફેબ્રુ.-માર્ચ, કવિતા}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/વૃદ્ધ દંપતી | વૃદ્ધ દંપતી]]  | વૃદ્ધ દંપતી આથમતા સૂરજના પીળા તડકામાં ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુશીલા ઝવેરી/સીમંતિની  | સીમંતિની ]]  | કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું ]]
}}

Latest revision as of 10:59, 21 October 2021

અહીં અને ત્યાં

જયન્ત પાઠક

અક્ષર પાડું એક અહીં, ત્યાં ઊઘડે લખલખ તારા;
હોઠ જરા મરકે અહીં બે, ત્યાં ચપલાના ચમકારા!

અરધું પરધું અડકું અહીં, ત્યાં પુલકે વનના વન;
શબ્દ કરું અહીં સહજ, પડે ત્યાં પડઘા ચૌદ ભુવન!

બે ડગલાં ચાલું અહીં કે ત્યાં ઊઘડે અધ્ધર પંથ;
એક દ્વાર ખોલું અહીં ને ત્યાં ખૂલે દ્વાર અનંત!

છાંટો એક અહીં, ત્યાં આખ્ખું વરસી પડતું આભ;
ફૂલ ખીલે અહીં એક આંગણે, ને ત્યાં મઘમઘ બાગ!

એક ઉછાળું દડો અહીં કે આખ્ખો ઘૂમે ખગોળ;
એક છીંડું શોધું અહીં, લાધે અંતરિક્ષમાં પોળ!

{Right|ફેબ્રુ.-માર્ચ, કવિતા}}