અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ જોષી/રોજ રાતે –: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
શું સૂર્ય પણ કાલે બિચારો રાંકડો લાચાર?
શું સૂર્ય પણ કાલે બિચારો રાંકડો લાચાર?
</poem>
</poem>
{{HeaderNav2
|previous = યુદ્ધં દેહિ
|next = હું ખુશ છું
}}

Latest revision as of 11:17, 21 October 2021

રોજ રાતે –

સુરેશ જોષી

રોજ રાતે જોઉં છું:
ગામને પાદર ઊભેલાં આમલીનાં ઝુંડમાંથી
કે અસ્થિપિંજર લઈ ખડાં ખંડેરમાંથી
કે અષ્ટકોણી વાવના પાતાળમાંથી
કે દૂરના વનના ઘૂંટ્યા અન્ધારમાંથી
કે ચન્દ્રના લાંછનમહીંથી
કે પછી મારી જ છાયાની પછીતેથી
ચાલી આવે કો’ મૂંગી વણઝાર
ઉન્નિદ્ર આંખે હું ગણું, આવે ન એનો પાર!
ચ્હેરા ભૂંસેલા સર્વના, ના વાણીનો ઉચ્ચાર,
કેવળ કણસતા મૌનનો આછેતરો સિસકાર.
હીબકાં ભરતી હવાનો ધૂંધળો અણસાર,
છેક તળિયે જાય ખેંચી કોઈના નિ:શ્વાસનો રે ભાર!
રન્ધ્રરન્ધ્રે પ્રસરતો શો ધૂસર અત્યાચાર –
શું સૂર્ય પણ કાલે બિચારો રાંકડો લાચાર?