અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ફોરમ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(સૂરજમુખી, પૃ. ૬૫)}} | {{Right|(સૂરજમુખી, પૃ. ૬૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = આવો! | |||
|next =અનહદ સાથે નેહ | |||
}} |
Latest revision as of 11:33, 21 October 2021
ફોરમ
મકરન્દ દવે
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂગું મરતું લાજી : ફૂલ.
એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું!
કોઈનું નહીં ફરિયાદી ને
કોઈનું નહીં કાજી : ફૂલ.
એનું નિજના રંગમાં રાતું.
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે
મ્હેક દે તાજી તાજી!
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
(સૂરજમુખી, પૃ. ૬૫)