અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એ સોળ વરસની છોરી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૫)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફકીરમહંમદ મન્સૂરી/મેલ હવે મન ઝાવાં — | મેલ હવે મન ઝાવાં —]] | મેલ હવે મન ઝાવાં, દૂરનું ઓરું લાવવાના...]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કંચુકીબંધ છૂટ્યા ને | કંચુકીબંધ છૂટ્યા ને]] | કંચુકીબંધ છૂટ્યા ને હઠ્યું જ્યાં હીર-ગુંઠન ]] | |||
}} |
Revision as of 12:13, 21 October 2021
એ સોળ વરસની છોરી
પ્રિયકાન્ત મણિયાર
એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી. એ.
ગગનભર્યાં ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી. એ.
મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી. એ.
એનાં પગલે પગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ;
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી. એ.
(આ નભ ઝૂક્યું, પૃ. ૫)