અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કેટલીક કડી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 17: Line 17:
રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બસશે.
રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બસશે.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = એક ગાય
|next =ગોરસ
}}

Revision as of 12:33, 21 October 2021

કેટલીક કડી

પ્રિયકાન્ત મણિયાર

કેટલું સ્હેલું અરે જલની લહરને જાગવું
કેટલું વ્હેલું અરે જલની લહરને ભાંગવું.


છો ભલે આજે હવે મેં દૃષ્ટિ મારી ખોઈ છે,
અંધારની ને તેજની મેં એક સીમા જોઈ છે.


નાહક બધી આ વેલીઓ રે આસમાને છે પૂગી,
જેનો નશો અમને ચડે તે દ્રાક્ષ તો ક્યાં છે ઊગી?


ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂજીને હું હવે આ આંસુને લ્હોતો નથી.


એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બસશે.