અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ગોરસ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
મથુરા જાઉં? કે ગોકુલ રહું? આ અધવચ હું તો અટકી. — ગોપીo | મથુરા જાઉં? કે ગોકુલ રહું? આ અધવચ હું તો અટકી. — ગોપીo | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = કેટલીક કડી | |||
|next =કૃષ્ણ-રાધા | |||
}} |
Latest revision as of 12:33, 21 October 2021
ગોરસ
પ્રિયકાન્ત મણિયાર
કૃષ્ણ: ગોપી ઉતારો ગોરસની આ મટકી,
શીદ લગાડી ચિતને એની ચટકી? — ગોપીo
અમે તમારી વૃંદાવનમાં દીધી ધેનુ ચરાવી,
મઢી દીધી શિંગડીઓ સોને, સેશમ ઝૂલ ભરાવી;
અણમૂલાં મહી મથુરા વેચો — વાત બધી તે ખટકી. — ગોપીo
ગોપી: જાવ જાદવા, જુઠ્ઠા! આવી રીતે દીપ સંકોરી,
હૈડે રાખ્યાં અમ ગોરસને તમે ગયા તો ચોરી,
મન માન્યું એ મહી લીધું ને છેલ ગયા છો છટકી. — ગોપીo
કૃષ્ણ: મૂલ શું માગો એવું અરે આ લઈ લો મનની માલા,
અમે ન લઈએ દાણ પછી તો શીદ વૃંદાવન વ્હાલાં!
બહુ બોલો તો અમ સંગાથે આજ થકી અમ કટકી. — ગોપીo
ગોપી: અરે સાંવરા! મનની મૂરત, તું જ અમારો રાગ;
આવનજાવન જમુના જલમાં નાથ્યો ઝેરી નાગ,
મથુરા જાઉં? કે ગોકુલ રહું? આ અધવચ હું તો અટકી. — ગોપીo