અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મૂળશંકર ‘પૂજક’/નથી (મંજિલ નથી...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
‘પૂજક’ નથી કરાર મરણનો ય ડર નથી. | ‘પૂજક’ નથી કરાર મરણનો ય ડર નથી. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંત પારેખ/તાવ | તાવ]] | મારા બંને પગ સ્થિર છે છતાં મને હું ઊડતો લાગું છું ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/છોળ | છોળ ]] | અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ ]] | |||
}} |
Latest revision as of 13:05, 21 October 2021
નથી (મંજિલ નથી...)
મૂળશંકર ‘પૂજક’
મંજિલ નથી મુકામ નથી ને સફર નથી;
જીવું છું જિંદગી ને જીવનની અસર નથી.
મારી જ ઓળખાણ મને પૂછશો નહીં;
તમને ખબર નથી તો મને પણ ખબર નથી.
લોકો બધાં અજાણ, અજાણ્યાં ગલી ને ઘર;
મારું કહી શકાય એવું કો નગર નથી.
ખુશહાલ છે ચમન, છે ફૂલો ને મ્હેક છે;
તો યે નથી બહાર, અને પાનખર નથી.
બ્હેકી ગયું છે દર્દ, ઇલાજો નથી ફળ્યા;
‘પૂજક’ નથી કરાર મરણનો ય ડર નથી.