અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શેખાદમ આબુવાલા/થાઉં તો સારું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 31: Line 31:
{{Right|(હવાની હવેલી, પૃ. ૧૦૧)}}
{{Right|(હવાની હવેલી, પૃ. ૧૦૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =આદમથી શેખાદમ સુધી
|next =ધરો ધીરજ
}}

Latest revision as of 07:53, 22 October 2021

થાઉં તો સારું

શેખાદમ આબુવાલા

હવે બસ, બહુ થયું બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!

જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે,
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!

જુઓ કિરણો વિખેરાયાં, ને ગુંજનગીત રેલાયાં,
હૃદય ઇચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું!

મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે,
મને તો છે ઘણી ઇચ્છા કે કાજલ થાઉં તો સારું!

ભલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!

યુગો અગણિત ભલે વીતે, મને એની નથી પરવા,
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું!

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ —
કે ખુદ દુનિયા થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું!

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા,
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!

તને તો આવડે છે ઠંડી ઠંડી આગ થૈ જાતાં,
મને છે મૂંઝવણ કે આંખનું જલ થાઉં તો સારું!

(હવાની હવેલી, પૃ. ૧૦૧)