અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 22: Line 22:
{{Right|પરબ, નવેમ્બર}}
{{Right|પરબ, નવેમ્બર}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલ રાવલ/માય ના ઉમંગ | માય ના ઉમંગ]]  | આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું  ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો | કાફિયો]]  | કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો? ]]
}}

Revision as of 09:10, 22 October 2021

કાફિયો

ઉશના (દેવેન્દ્ર પાલેજા)

કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો?
કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો?

કોણે ઉછાળ્યો ગગનમાં ગેડીદડો આ શબ્દનો?
કોણે ફણીધર નાગ જેવો નાથિયો આ કાફિયો?

સદીઓની પેલે પારથી કોણે ફરી કરતાલમાં,
પરભાતિયાના સૂરમાં આલાપિયો આ કાફિયો?

કોણે રચાવી રાસલીલા ગઝલના તટ પર ભલા?
ઝૂમે રદીફની તાળી પર દઈ તાલિયો આ કાફિયો!

કોણે પીધો આ દૃશ્યનો આસવ ભરીને આંખમાં?
ઘેઘૂરે ઘૂમે ગહનમાં લો, સાકિયો આ કાફિયો!

વાઘા સજી લય-છંદના, સાફો શબદનો શીશ પર;
કોને પરણવા નીકળ્યો વરણાગિયો આ કાફિયો?

પરબ, નવેમ્બર