અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|પરબ, નવેમ્બર}} | {{Right|પરબ, નવેમ્બર}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલ રાવલ/માય ના ઉમંગ | માય ના ઉમંગ]] | આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો | કાફિયો]] | કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો? ]] | |||
}} |
Revision as of 09:10, 22 October 2021
કાફિયો
ઉશના (દેવેન્દ્ર પાલેજા)
કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો?
કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો?
કોણે ઉછાળ્યો ગગનમાં ગેડીદડો આ શબ્દનો?
કોણે ફણીધર નાગ જેવો નાથિયો આ કાફિયો?
સદીઓની પેલે પારથી કોણે ફરી કરતાલમાં,
પરભાતિયાના સૂરમાં આલાપિયો આ કાફિયો?
કોણે રચાવી રાસલીલા ગઝલના તટ પર ભલા?
ઝૂમે રદીફની તાળી પર દઈ તાલિયો આ કાફિયો!
કોણે પીધો આ દૃશ્યનો આસવ ભરીને આંખમાં?
ઘેઘૂરે ઘૂમે ગહનમાં લો, સાકિયો આ કાફિયો!
વાઘા સજી લય-છંદના, સાફો શબદનો શીશ પર;
કોને પરણવા નીકળ્યો વરણાગિયો આ કાફિયો?
પરબ, નવેમ્બર