અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/નેણ ના ઉલાળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> નેણ ના ઉલાળો તમે ઊભી બજાર {{space}}અહીં આવે ને જાય લાખ લોક, મરકે કો ઝીણ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|નેણ ના ઉલાળો|હરીન્દ્ર દવે}}
<poem>
<poem>
નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
Line 19: Line 21:
{{space}}અહીં આવે ને જાય લાખ લોક.
{{space}}અહીં આવે ને જાય લાખ લોક.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = હોઠ હસે તો
|next = માંડ રે મળી છે
}}

Latest revision as of 09:23, 22 October 2021

નેણ ના ઉલાળો

હરીન્દ્ર દવે

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
         અહીં આવે ને જાય લાખ લોક,
મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળી
         ટીકીટીકીને જુએ કોક.

અમથા જો ગામને સીમાડે મળો તો તમે
         ફેરવી લિયો છો આડી આંખ,
આવરો ને જાવરો જ્યાં આખા મલકનો
         ત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ!
લાજને ન મેલો આમ નેવે કે રાજ
         અહીં આવે ને જાય લાખ લોક.

નેણના ઉલાળામાં એવું કો ઘેન
         હું તો ભૂલી બેઠી છું ચૌદ લોક,
પગલાં માંડું છું હું તો આગળ, ને વળીવળી
         પાછળ વંકાઈ રહે ડોક,
આવી ફજેતી ના હોય છડેચોક
         અહીં આવે ને જાય લાખ લોક.