અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/મેળો આપો તો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૦૩)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૦૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = સંગાથ | |||
|next = વરસતાં જઈએ | |||
}} |
Latest revision as of 09:29, 22 October 2021
મેળો આપો તો
હરીન્દ્ર દવે
મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે,
જીવતર આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસુંબાને ઘોળે!
તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે,
થાકેલી આંખો અંજાતી નથી, તોય
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે,
ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.
સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો,
ઊગતી સવારના આ ડ્હોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો,
કોઈએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૦૩)