અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/વ્યથા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(અલસગમના, ૧૯૭૫, પૃ. ૫૨)}} | {{Right|(અલસગમના, ૧૯૭૫, પૃ. ૫૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`વજ્ર' માતરી /કોણ માનશે? | કોણ માનશે?]] | દુ:ખ એય સુખ સમાન હતું, કોણ માનશે? ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/ઘૂંઘટમાં | ઘૂંઘટમાં]] | ભીની માટી ને ઊના વીંઝણા મારુજી,]] | |||
}} |
Latest revision as of 09:37, 22 October 2021
વ્યથા
ભાનુપ્રસાદ ત્રિવેદી
મથું મથું છતાં એની એ આ ઉરે ઊઠતી વ્યથા,
રહી રહી ધુમાતાં કાષ્ઠોમાં ધખે અગનિ યથા;
અસહ બનતું આ એકાકીપણું, જીરવાય ના,
અવર સથવારો તો એથી સહ્યો વળી જાય ના!
વ્યરથ વ્યવહારોનું દાસત્વ રે કઠતું કટુ,
પણ શરણ લૈ એનું હુંથી છુપાઈ જવા મથું!
ક્ષત ક્ષત સહુ અંગે અંગે અપંગ-શી જિંદગી,
હજીય રહું છું એના આલંબને નિજને ઠગી!
સમજી શકું છું, તોયે છોડી શકું નહિ વંચના,
સતત નિજને ખોવાનો આ મુકાય પ્રપંચ ના,
કૃપણ, ખલ હે, કુલ્ટા, આવી અચાનક જો મળી —
અનુનય કરું તારો કેવો ફરી ફરી જિંદગી!
દલિત ઉરની લંબાવું ના હવે વધુ આ કથા,
અવશપણું છે, હૈયુંયે છે, અને વળી છે વ્યથા!
(અલસગમના, ૧૯૭૫, પૃ. ૫૨)