અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/ઊપડી ડમણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(અડોઅડ, ૧૯૭૨, પૃ. ૫૧)}}
{{Right|(અડોઅડ, ૧૯૭૨, પૃ. ૫૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =તલાશ
|next =ઉપરકોટ અવલોકતાં
}}

Latest revision as of 10:09, 22 October 2021

ઊપડી ડમણી

ભાનુપ્રસાદ પંડ્યા

દ્હાડી સાંજે સીમથી વળતું વાતનું રમ્ય ટોળું,
વીંખી, લીધું ટીખળ મહીંથી એક, પેલા કૂવાના
કાંઠે દીઠા કમનીય વળાંકો વીંટીને, નદીની
રેફૂડીની રમત બધી પાનેતરે ગોપવીને,
તોફાનોની ઢગલી અમથી એક નાની કરીને,
ઓગાળીને નયન ગમતીલાં, મજાકો વિખેરી,
માફાવાળી ડમણી નીકળી નૂર લૈ આંગણાનું!

સાંતી છોડી ગુસપુસ કરી ગોઠડી ભેરુ સંગે
મોં ભાળ્યાની ચગળી ચગળી, કોઈ મધ્યાહ્નવેળા
છાંયે બેસી ઝગતી બીડીનાં ગૂંથળાંમાં ધસંતું
શેઢે જોયું રૂપ ધૂમસિયું! આજ ગાડું ભરીને
સોડે બેઠું! રજનીભરનું રુક્ષ એકાંત લીલું
લીલું થાશે? મબલખ લણી પાક સૌ સોણલાંનો
માફાવાળી ઊપડી ડમણી ગામને ગોંદરેથી!

(અડોઅડ, ૧૯૭૨, પૃ. ૫૧)