અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયા મહેતા/સૈયર હું તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(એક દિવસ..., ૧૯૮૨, પૃ. ૩૭)}}
{{Right|(એક દિવસ..., ૧૯૮૨, પૃ. ૩૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયા મહેતા/માણસ મરી જાય છે પછી | માણસ મરી જાય છે પછી]]  | થોડા દિવસ કરુણ શબ્દોની ઊડાઊડ ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ મા. દવે/સાહેબ હુકમ કરે કે આવું  | સાહેબ હુકમ કરે કે આવું ]]  | સાહેબ હુકમ કરે કે આવું આરણ-કારણ કાંઈ ન જાણું ‌]]
}}

Latest revision as of 10:19, 22 October 2021

સૈયર હું તો

જયા મહેતા

સૈયર હું તો ગામને કૂવે પાણીડાં ગઈ'તી રે લોલ
કૂવાનાં તે જળ ઊંડાં કે સીંચણિયું પ્હોંચે નહીં રે લોલ.

સૈયર હું તો નાની સરવણીએ પાણીડાં ગઈ'તી રે લોલ,
સરવણીએ જળ આછાં કે ઘડૂલો કેમ ભરું રે લોલ?

સૈયર હું તો મોટા સરવરિયે પાણીડાં ગઈ'તી રે લોલ,
સરવરિયે ધોળા બગ કે કેવી છળી મરું રે લોલ!

સૈયર હું તો નદીયુંને ઘાટ પાણીડાં ગઈ'તી રે લોલ,
નદીયુંનાં જળ આઘાં કે તાપે બળી મરું રે લોલ.

સૈયર હું તો મીઠે વીરડે પાણીડાં ગઈ'તી રે લોલ,
વીરડાનાં જળ નીતર્યાં કે મુખડું જોયા કરું રે લોલ.

સૈયર હું તો જમુનાજીને કાંઠે પાણીડાં ગઈ'તી રે લોલ,
કાંઠે કાનુડાની વેણુ કે બેડલું છલ્લક ભરું રે લોલ.

(એક દિવસ..., ૧૯૮૨, પૃ. ૩૭)