અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/વગેરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
:::::::::::લાગણી — ડૂસકું — ચિતા બળબળ વગેરે...
:::::::::::લાગણી — ડૂસકું — ચિતા બળબળ વગેરે...
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ગામ આવી ગયું
|next =ભીંતે ચઢી છે
}}

Latest revision as of 12:01, 22 October 2021


વગેરે

ભગવતીકુમાર શર્મા

રેત — ડમરી — મૃગ — તરસ — મૃગજળ વગેરે...
મન — મરણ — શ્વાસો — અનાદિ છળ વગેરે...
છે — નથી — હોઈ શકે — અથવા — ક્વચિત્;
હું — તું — આ — તે — તેઓની સાંકળ વગેરે...
ત્યાં — અહીં — પેલી તરફ — પાસે ક્ષિતિજ પર,
ધૂળ — ધુમ્મસ — માવઠું — જળસ્થળ વગેરે...
આ — વિકલ્પો — તે — અગર પેલું — વિકલ્પે;
સ્મિત — અશ્રુ — મોતી કે ઝાકળ વગેરે...
‘જો’ અને ‘તો’ — ‘પણ’ અને ‘બણ’ કે પછી
કોણ? — કોઈ — કંઈ — કશું — નિષ્ફળ વગેરે...
કાલ -- હમણાં — અબઘડી — કાલે પરમ દિ’;
કાળ — યુગ — સૈકા — વરસ પળપળ વગેરે...
શ્વાસ — ધબકા — હૃદય — લોહી — શિરાઓ;
લાગણી — ડૂસકું — ચિતા બળબળ વગેરે...