અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/બે મંજીરાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બે મંજીરાં|ભગવતીકુમાર શર્મા}} <poem> મારે રુદિયે બે મંજીરાં: એ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)}} | {{Right|(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ચાલ્યા | |||
|next = હરિ, સુપણે મત આવો! | |||
}} |
Revision as of 12:04, 22 October 2021
બે મંજીરાં
ભગવતીકુમાર શર્મા
મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં...
કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:
એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.
શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા...
રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં....
મારે રુદિયે બે મંજીરાં.
(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)