અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/વારતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વારતા|પ્રાણજીવન મહેતા}} <poem> હવે અંધારું ઊતર્યું, વારતાનો દ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(કાનોમાતર, પૃ. ૮૨)}}
{{Right|(કાનોમાતર, પૃ. ૮૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =માણસ
|next =સંધ્યા
}}

Latest revision as of 09:36, 23 October 2021


વારતા

પ્રાણજીવન મહેતા

હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો; દાદાજી.
આંધળા રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી,
ભૂતિયા મહેલમાં કુંવરની આસપાસ, અજવાળું બાંધતું જાળાં; દાદાજી.
કુંવરીને જોઈ એ પોતાને પૂછતો, પડછાયા કેમ કાળા? દાદાજી,
પ્રશ્નો પહેરીને કેમ આગળ જવાશે, કુંવરને સમજાવો; દાદાજી.
ભાંગેલું વહાણ તેમાં ભરાતી રેતી, કેટલે દૂર છે જાવાનું? દાદાજી,
ટચૂકડો દરિયો ને હલેસાં તૂટફૂટ, કુંવરનું હવે શું થાવાનું? દાદાજી.
પ્રશ્નોને આરપાર વીંધે એવું, તીરકામઠું કુંવરને અપાવો; દાદાજી.
ગાઢ એક જંગલ ને જંગલમાં ભરેલી અંધારું ઘોર એક વાવ; દાદાજી.
પાણીમાં જુએ તો પોતે ને પડછાયો રમતા પકડદાવ; દાદાજી.
કુંવરને માણસ પરખાય જરી એટલું અજવાળું પથરાવો; દાદાજી.
આંધળા રાજા ને રાણીના બાડા કુંવરને પેટમાં લાવો; દાદાજી.
હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો, દાદાજી.
(કાનોમાતર, પૃ. ૮૨)