અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/સૂરજ કદાચ ઊગે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સૂરજ કદાચ ઊગે|હરિકૃષ્ણ પાઠક}} <poem> ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(સૂરજ કદાચ ઊગે, પૃ. ૩૧)}} | {{Right|(સૂરજ કદાચ ઊગે, પૃ. ૩૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =નેજવાંની છાંય તળે | |||
|next =હવે | |||
}} |
Latest revision as of 10:13, 23 October 2021
સૂરજ કદાચ ઊગે
હરિકૃષ્ણ પાઠક
ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રોમ ચૂગે,
ભળભાંખળું થયું છે; સૂરજ કદાચ ઊગે.
હળવેકથી હવામાં સંચાર ક્યાંક થાતો,
પગલું પડી ગયું છે; રસ્તો કદાચ સૂઝે.
પાંખો ફૂટી રહી છે વૃક્ષોની ડાળ ડાળે,
તરણું કળી રહ્યું છે; જંગલ કદાચ ઊડે.
ખળખળ થતી હવામાં ડૂબી ગયું ચરાચર,
હૈયું છલી ગયું છે; દરિયો કદાચ ડૂબે.
અણજાણ વાદળી કો વરસી ગઈ છે વ્હાણું,
તારોડિયું ખર્યું છે; તડકો કદાચ તૂટે.
(સૂરજ કદાચ ઊગે, પૃ. ૩૧)