અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિસન સોસા/ખંડિત સ્વપ્નના અવશેષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ખંડિત સ્વપ્નના અવશેષ| કિસન સોસા}} <poem> એવા વળાંક પર હવે ઊભો છ...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(સહરા, ૧૯૭૭, પૃ. ૨૦)}}
{{Right|(સહરા, ૧૯૭૭, પૃ. ૨૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જોઈતારામ પટેલ/મંથન | મંથન]]  | કરવું શેં ચિતરામણ તારું, પળ પળ તું પલટાતી જી;]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મધુ કોઠારી/આ શહેર | આ શહેર]]  | આકાશને ટચલી આંગળીએ ઊંચકી ઊંચકી ]]
}}

Latest revision as of 10:19, 23 October 2021


ખંડિત સ્વપ્નના અવશેષ

કિસન સોસા

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

અહીંથી હું શ્વેત શ્વેત કૈં સ્વપ્ને લચી શકું
અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું
અહીંથી હું ભવ તરી શકું – અહીંથી ડૂબી શકું
અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ

અહીંથી ઉમંગ ઊડતા અવસરમાં જઈ વસું
કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું
અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું
અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.
(સહરા, ૧૯૭૭, પૃ. ૨૦)