અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/તો?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તો?|ચિનુ મોદી `ઈર્શાદ}} <poem> શ્વાસમાં છલકાય છાની ગંધ તો? ને બધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
કોક દરવાજો કરી દે બંધ તો? | કોક દરવાજો કરી દે બંધ તો? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = મોભો | |||
|next = કારણ (નથી) (ન હો) (છાકટો) | |||
}} |
Latest revision as of 10:40, 23 October 2021
તો?
ચિનુ મોદી `ઈર્શાદ
શ્વાસમાં છલકાય છાની ગંધ તો?
ને બધે ચર્ચાય આ સંબંધ તો?
કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે…લો ઋણાનુબંધ તો?
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને —
કોક દરવાજો કરી દે બંધ તો?